69 સાચા પ્રેમી


મેતો ગુનો એટલો કરીયો
તને પ્રેમ મેતો કરીયો
મેતો ગુનો એટલો કરીયો
તને પ્રેમ મેતો કરીયો
તું રૂઠી ગઈ ને મુજથી રૂઠી ગયો ખુદા
થાય ક્યા કારણીયે તું ને હું જુદા
ના દવા લાગે ના દુવા લાગે
સાચા પ્રેમીને કેવી બદદુવા લાગે
ના દવા લાગે ના દુવા લાગે
સાચા પ્રેમીને કેવી બદદુવા લાગે

તારી યાદોમાં આંખો રાત દિન જાગે
તારી યાદોમાં આંખો રાત દિન જાગે
તું તો આવી જાને તને જોવા માંગે
દિલની દુનિયા આ તારા વિના સુની લાગે
મેણા મારે છે લોકો દિલને ચોટ વાગે
હવે મરવું કે જીવવું સમજાતું નથી
રઈ તુજથી જુદા રે જીવાતું નથી
ના દવા લાગે ના દુવા લાગે
સાચા પ્રેમીને કેવી બદદુવા લાગે
ના દવા લાગે ના દુવા લાગે
આ દુનિયાની કેવી બદદુવા લાગે

આ જમાનો તો પ્રેમિયોનો વેરી લાગે
આ જમાનો તો પ્રેમિયોનો વેરી લાગે
પ્રેમ કરનારા ખુંચે દુનિયાની આંખે
પ્રેમીયોને આ દુનિયા જુદાઈ આપે
એની હમ્ભાળ હવે ઉપર વાળો રાખે
મારા કરમે લખાણા આ કેવા રે લેખ
કોઈ આવીને લેખમાં મારે રે મેખ
ના દવા લાગે ના દુવા લાગે
સાચા પ્રેમીને કેવી બદદુવા લાગે
ના દવા લાગે ના દુવા લાગે
આ દુનિયાની કેવી બદદુવા લાગે


Leave a Reply

Your email address will not be published.