એ તારું મારું કરશો તો મેળ નઈ પડે
છેટા છેટા ફરશો તો ગાડું નઈ હેડે
આપણું રાખશો તો ગાડી પાટે રે ચડે
એ એક હાથે તાળી નઈ રે પડે
એ એક હાથે તાળી નઈ રે પડે
હો કોઈ વેંત નમે તો હાથ નમાવું પડે
થોડું ઘણું લેટ ગો કરવું પડે
એમ નમ પ્રેમ આ પાર નઈ પડે
એ એક હાથે તાળી નઈ રે પડે
એ પ્રેમ માં થોડું નાખવું પડે નમતું
બધું ના થાય કોઈ તમારું રે ગમતું
એ તને મારા જેવી કોઈ નઈ રે મળે
બધી બાજુ લાડવા નઈ રે મળે
સો હાથી એ ખેતર સૂના રે પડે
એ એક હાથે તાળી નઈ રે પડે
બેકા એક હાથે તાળી નઈ રે પડે
એ હાત હોના નું જોને અમે તને રાખીયે
રેતા ના આવડે તો અમે શું કરીયે
એ અધૂરિયા જીવ અમે ચ્યો રે રાખીયે
તારા રે ભોગ અમે ચ્યો રે ભોગવીએ
એ નદી દરિયા ને મળે એના નીર તો જુઓ
મારુ મન છે મંદિર તમે પારખી જુઓ
એ લાખ લાડ કરવા વાળા નઈ રે મળે
પછી યાદ કરી તૂ તો બૌ રે રડે
સુધરી જઈશ પછી આપમેળે
એ એક હાથે તાળી નઈ રે પડે
બકા એક હાથે તાળી નઈ રે પડે
બોલ્યા પેલા બોલ મારુ હામ્ભળે ના મારુ
વાતે વાતે ઉતારી દે તું ચલાવે તું તારૂ
સંગ એવા રંગ એ ના રહ્યા હાથ માં
છૂટી પડે ઉભા નથી રહેતા કોઈ વાત માં
એ માણસ માત્ર ભૂલ ને પાત્ર
માફ કરો અમને મળે નઈ આવું પાત્ર
એ વાવો એટલું લ્યા વળતર મળે
બીજાના દુઃખ ને હમજવું પડે
તું તારા વાળી હવે ના રે કરે
એ એક હાથે તાળી નઈ રે પડે
બકા એક હાથે તાળી નઈ રે પડે