પરથમ સમરૂ સરસ્વતિને ગુણપત લાગુ પાય
હે રમવા નિસર્યા માં
હે અલબેલી સૌ જોગણીને ગરબે ઘુમવા જાય
કે રમવા નિસર્યા માં
લીલા તે ગજનો કંચોને કસબે ભૌં તાસ
હે રમવા નિસર્યા માં
હે સારુ સુંદર ઓઢણીને સરસ બની છે ચાલ
કે રમવા નિસર્યા માં
પરથમ સમરૂ
કાને તે કુંડળ જળહળેને તેજ તણો નહિ પાર
હે રમવા નિસર્યા માં
હું લોલક ઝળકે હેમનાને હીરા જડિત અપાર
કે રમવા નિસર્યા માં
પરથમ સમરૂ