કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો
શંકર જલ થી નાહ્ય
હે મારો ભોળિયો જલ થી નાહ્ય…
હાલો મારી સૈયરો હાલો મારી બેનડીયો
ગણેશ વધાવા જઈએ
હે ઉમિયાજી ના વાલો અંગેથી ઉતર્યા
ગૌરી નંદ ગણેશ હો
હાલો મારી સૈયરો હાલો મારી બેનડીયો
ગણેશ વધાવા જઈએ
હે રીધ્ધી સીધ્ધી ના દાતા છો સ્વામી
પલમાં ભાંગો ભીડ હો
હાલો મારી સૈયરો હાલો મારી બેનડીયો
ગણેશ વધાવા જઈએ
હે મોદક લાડુ બાપા તમને ચઢતા
મુષક સવારી હોય હો
હાલો મારી સૈયરો હાલો મારી બેનડીયો
ગણેશ વધાવા જઈએ