માં શેરી વળાવી સજ કરૂ ઘેર આવો ને
આંગણીયે ફુલડા વેરાવુ અંબા ઘેર આવોને
માં શેરી વળાવી સજ કરૂં
માં મોતી ના ચોક પુરાવુ અંબા ઘેર આવો ને
માં કંકુ ના સાથિયા પુરાવુ અંબા ઘેર આવોને
માં શેરી વળાવી સજ કરૂં
માં ટોડલે તોરણ બંધાવુ અંબા ઘેર આવો ને
માં ઘી ના દિપ પ્રગટાવુ અંબા ઘર આવો ને
માં શેરી વળાવી સજ કરૂ