માં ને પહેલુ તે નોરતુ પડવે થી
મારી સૈયરૂ રે
માં ને પહેલો થયો ઉપવાસ
હાલો જોવા જઈએ રે
માં ને બીજુ તે નોરતુ બીજ નું
મારી સૈયરૂ રે
માં ને બીજો થયો ઉપવાસ
હાલો જોવા જઈએ રે
માં ને ત્રીજુ તે નોરતુ ત્રીજ નું
મારી સૈયરૂ રે
માં ને ત્રીજો થયો ઉપવાસ
હાલો જોવા જઈએ રે
માં ને ચોથુ તે નોરતુ ચોથનું
મારી સૈયરૂ રે
માં ને ચોથો થયો ઉપવાસ
હાલો જોવા જઈએ રે
માં ને પાંચમુ નોરતુ પાંચમનું
મારી સૈયરૂ રે
માં પાંચમો થયો ઉપવાસ
હાલો જોવા જઈએ રે
માં ને છઠ્ઠું તે નોરતુ છઠ્ઠનું
મારી સૈયરૂ રે
માં ને છઠ્ઠો થયો ઉપવાસ
હાલો જોવા જઈએ રે
માં ને સાતમુ તે નોરતુ સાતમનું
મારી સૈયરૂ રે
માં ને સાતમો થયો ઉપવાસ
હાલો જોવા જઈએ રે
માં ને આઠમુ તે નોરતુ આઠમનું
મારી સૈયરૂ રે
માં ને આઠમો થયો ઉપવાસ
હાલો જોવા જઈએ રે
માં ને નવમુ તે નોરતુ નોમનું
મારી સૈયરૂ રે
માં ને નવમો થયો ઉપવાસ
હાલો જોવા જઈએ રે