શુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી
બોલતી નથી ચાલતી નથી કેમ રિસાણી
મારી માત ભવાની રમવા આવો ને મોરી માત
શુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી
શુ અપરાધ થયો છે અમારો
માડી આશરો એક છે તમારો
નમુ ચરણે પડી માંગુ ઘડીએ ઘડી
કષ્ટ કાપો આરાસુર ધામ વાળી
શુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી
અંબા આવી ને અમને રમાડો
ભકતો બોલાવે ચાંચર ચોક આવો
ઘુમો માંડેવડી લઈ આવો દયાળી થઈ
દુઃખ ભાંગો અમારા ઝટ માવડી
શુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી