કુમ કુમ ના પગલા પડ્યા
માડી ના હેત જડયા
જોવા લોકો ટોળે વળ્યા રે …હે
માડી તારા આવવા ના એંધાણ થયા
હે માં તુ તેજનો અંબાર
માં તુ ગુણ નો ભંડાર
માં તુ દર્શન દેશે તો થાશે
પાવન પગથાર .…(૨)
સુરજ ના તેજ તપ્યા
ચંદ્ર કિરણ હૈયે વસ્યા
તારલીયા ટમટમ્યા રે….હે
માડી તારા આવવા ના એંધાણ થયા
કુમ કુમ ના પગલા પડ્યા
માડી ના હેત જડયા