74 મારો સોના નો ઘડુલીયો રે


મારો સોના નો ઘડુલીયો રે
હાં પાણીડા છલકે છે
હે.. ઘુંઘટ ની ઓર કોર
પાલવ ની ઓર કોર
ગોરૂ મુખલડુ મલકે છે
હાં પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલીયો રે

પચરંગી પાઘડી વ્હાલા ને બહુ શોભે રાજ
નવરંગ ચુંદડી ચટકે ને મન મોહે રાજ
હો…રાજ ઘુંઘટની ઓર કોર
પાલવ ની ઓર કોર
ગોરૂ મુખલડુ મલકે છે
હાં પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલીયો રે

અંગે અગરખુ વ્હાલા ને બહુ શોભે રાજ
કમખે તે આભલા ચટકે ને મન મોહે રાજ
હો…રાજ ઘુંઘટની ઓર કોર
પાલવ ની ઓર કોર
ગોરૂ મુખલડુ મલકે છે
હાં પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલીયો રે
હાં પાણીડા છલકે છે


Leave a Reply

Your email address will not be published.