હો પુનમ ની પ્યારી પ્યારી રાત
મારી પ્રિતમ સાથે મુલાકાત
આજ તુ ના જાતી ના જાતી ના જાતી
હો પુનમ ની પ્યારી પ્યારી રાત
ચમકે છે નભ માં જેટલા તારા જેટલા તારા હો
હોઓ ચમકે છે આભમાં જેટલા તારા
સપના છે એટલા મનમાં
આજની આ પુનમ છે
એવી રૂપાળી એવું જ રૂપ તારા તનમાં
જો જે થાય ના આજે પ્રભાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તુ ના જાતી
હો પુનમ ની પ્યારી પ્યારી રાત
જાગી છે પ્રિત મારી જનમો જનમ ની
રમશુ રે રાતભર રંગમાં
જાવ જાવ સખીઓ થાસે રે મોડુ
સાજન છે કોઈના સંગમાં
મને કરવા દો થોડી વાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તુ ના જાતી
હો પુનમ ની પ્યારી પ્યારી રાત