હે અમે આવ્યા રમવાને રાસ
માડી મને રાસ રમાડો રમાડો
માડી મને રાસ રમાડો
કુહુ કુહુ કરતિ કોયલ બોલેને મોર કરે ટહુકાર
રંગના રસિયા રાસે રમવાને વહેલા વહેલા આવ
હે નવ કરસો નવ કરસો માડી નિરાશ
માડી મને રાસ રમાડો રમાડો
માડી મને રાસ રમાડો
હે અમે આવ્યા હે અમે આવ્યા રમવાને રાસ
માડી મને રાસ રમાડો રમાડો
માડી મને રાસ રમાડો
શરદપૂનમન રાતલડી ને ચન્દ્ર ચડ્યો આકાશ
રંગ ભરેલી રાતલડી ને તારલિયા ની ભાત
હૈ છાયો એવો છાયો એવો અમર ઉલ્લાસ
માડી મને રાસ રમાડો રમાડો
માડી મને રાસ રમાડો
હૈ અમે આવ્યા અને આવ્યા રામવાને રાસ
માડી મને રાસ રમાડો રમાડો
માડી મને રાસ રમાડો