આજનો ચાંદલીયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજ ને કે ઉગે નહી ઠાલો
તારા તે નામ નો છેડો એક તારો
હું તારી મીરા તુ ગિરધર મારો
આજ મને પીવા દો પ્રીતીનો પ્યાલો
કહી દો સૂરજ ને કે ઉગે નહીં ઠાલો
આજનો ચાંદલીયો મને લાગે બહુ વ્હાલો
આપણ બે અણજાણ્યા
પરદેશી પંખી આજ મળ્યા
જુગજુગનો સથવારો સંગી
જો જો વિખાય નહી શમણાનો માળો
કહી દો સૂરજ ને કે ઉગે નહીં ઠાલો