80 રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી

રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
માં ગબ્બર ના ગોખવાળી રે રંગમાં રંગતાળી
માં ચાંચર ના ચોકવાળી રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી

માં મોતીઓના હારવાળી રે રંગમાં રંગતાળી
માં માન સરોવર વાળી રે રંગમાં રંગતાળી
માં ચુંવાળના ચોકવાળી રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી

માં અંબે આરાસુર વાળી રે રંગમાં રંગતાળી
માં કાળી તે પાવાવાળી રે રંગમાં રંગતાળી
માં ભકતોને મન માં વ્હાલી રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી

માં ખોડલ માટેલ વાળી રે રંગમાં રંગતાળી
માં મગર અસવારી વાળી રે રંગમાં રંગતાળી
માં ચામુંડ ચોટીલા વાળી રે રંગમાં રંગતાળી
માં ચંડ ને મુંડ મારનારી રે રંગમાં રંગતાળી

Leave a Reply

Your email address will not be published.