ઘમ્મર ઘડુલીયો
ઘુમતો રે મારી અંબે માં નો ઘમ્મર ઘડુલીયો
હે એ તો આરા તે સુરથી આવ્યો રે
મારી અંબે માં નો ઘમ્મર ઘડુલીયો
ઘુમતો રે મારી અંબે માં નો ઘમ્મર ઘડુલીયો
હે એ તો શંખલપુર થી આવ્યો રે
મારી બહુચર માં નો ઘમ્મર ઘડુલીયો
ઘુમતો રે મારી અંબે માં નો ઘમ્મર ઘડુલીયો
હે એ તો માટેલ ગામ થી આવ્યો રે
મારી ખોડલ માં નો ઘમ્મર ઘડુલીયો
ઘુમતો રે મારી અંબે માં નો ઘમ્મર ઘડુલીયો