કોઈ માટેલ જઈને મનાવો મારી બાયુ રે
ખોડિયાર રમવા ને આવે
કોઈ તાંતણીયા ધરાથી તેડાવો મારી બાયુ રે
ખોડિયાર રમવા ને આવે
આસો ના ઉજળા આવ્યા છે નોરતા
હૈયે હરખ નથી માતો
માં ના તે નોરતા નો મહીમા છે એટલો
સૃષ્ટિ માં નથી રે સમાતો
સારી સૃષ્ટિની શોભા વધારો મારી બાયુ રે
ખોડિયાર રમવા ને આવે