આબુ માં અંબા જોયા
પાવાગઢ કાળકા જોયા
ચોટીલે ચામુંડ જોયા રે
જોયા બહુ રૂપે જોયા રે
મોરાગઢ મોમાઈ જોયા
આશાપુરા મઢમાં જોયા
સિકોતર દરિયે જોયા રે
જોયા બહુ રૂપે જોયા રે
રાજપરા ખોડલ જોયા
ખેડા ગામ મેલડી જોયા
બુટમાં અરણજ જોયા રે
જોયા બહુ રૂપે જોયા રે
આબુ માં અંબા જોયા
પાવાગઢ કાળકા જોયા
ચોટીલે ચામુંડ જોયા રે
જોયા બહુ રૂપે જોયા રે