પતઈ રાજા ગરબડીયો રે કોરાવો .
કે ઝીણી મેલો જાળીયો રે લોલ
આયા રે આયા
નવરાત્રી ના નવ દાડા
કે માડી રમે ગરબે રે લોલ
પતઈ રાજા ગરબડીયો રે કોરાવો
કે ઝીણી મેલો જાળીયો રે લોલ
રમે રે રમે રાજા ની સોળ રાણી
આ નવી નાર કોણ રમે રે લોલ
રમ રે રમે
રાજા ની સોળ રાણી આ નવી
નાર કોણ રમે રે લોલ
પતઈ રાજા ગરબડીયો રે કોરાવો
કે ઝીણી મેલો જાળીયો રે લોલ
પતઈ રાજા દારૂડા માં ભોન ભુલ્યો
કે માતાજી નો પાલવ જાલ્યો રે લોલ
માંગો રે માંગો
ઘેલુડી ગુજરાત કે બાણું લાખ માંડવો રે લોલ
પતઈ રાજા ગરબડીયો રે કોરાવો
કે ઝીણી મેલો જાળીયો રે લોલ
હે શુ રે કરૂ
ઘેલુડી ગુજરાત કે મારે મોલ રાત રહો રે
પતઈ રાજા ગરબડીયો રે કોરાવો
કે ઝીણી મેલો જાળીયો રે લોલ
હે ફટ મુવા પાપી ને ચંડાળ
તે આ શું માંગીયુ રે લોલ
પતઈ રાજા ગરબડીયો રે કોરાવો
કે ઝીણી મેલો જાળીયો રે લોલ
માર્યો રે માર્યો
રાજાનો પ્રધાન કે પછી માર્યો રાજીયો રે લોલ
પતઈ રાજા ગરબડીયો રે કોરાવો
કે ઝીણી મેલો જાળીયો રે લોલ