અંબા કહે બહુચર ચાલો સંતાકુકડી રમીએ
પહેલો તે દાવ આપણે કોને તે દઈએ
પહેલો તે દાવ મારી કાળકા માં નો
કાળકા માં તમે ક્યાં સંતાણા
હું રે સંતાણી મારા પાવાગઢ ધામ માં
પાવાગઢ માં કાળકા માં નો થપ્પો થપ્પો
અંબા કહે બહુચર ચાલો સંતાકુકડી રમીએ
બીજો તે દાવ આપણે કોને તે દઈએ
બીજો તે દાવ મારી ખોડલ માં નો
ખોડલ માં તમે ક્યાં સંતાણા
હું રે સંતાણી મારા ગરધડા ધામ માં
ગરધડા માં ખોડલ માં નો થપ્પો
અંબા કહે બહુચર ચાલો સંતાકુકડી રમીએ
ત્રીજો તે દાવ આપણે કોને તે દઈએ
ત્રીજો તે દાવ મારી ચામુંડા માં નો
ચામુંડા માં તમે ક્યાં સંતાણા
હું રે સંતાણી મારા ચોટીલા ધામ માં
ચોટીલા માં ચામુંડા માં નો થપ્પો
અંબા કહે બહુચર ચાલો સંતાકુકડી રમીએ
ચોથો તે દાવ આપણે કોને તે દઈએ
ચોથો તે દાવ મારી મેલડી માં નો
મેલડી માં તમે ક્યાં સંતાણા
હું રે સંતાણી મારા કડી ધામ માં
કડી ગામ માં મેલડી માં નો થપ્પો