મને માવતર મળે તો
મારી અંબેમાં જેવા મળજો
મારૂ મોનીતુ માં ને બાપ
માવતર મળે તો અંબે જેવા મળજો
આ ભવે મળ્યા માડી ભવો ભવ મળજો
છોરૂડા જોણી માડી હંભાળ તમે રાખજો
તારા ખોળે ખેલવા ના જાજા કોડ
માવતર મળે તો અંબે જેવા મળજો
આ યુગે મળ્યા માડી યુગો યુગ મળજો
બાલુડા જોણી માડી ખોળે તમે રાખજો
મારા અંતર ના તેડા ન દેવ
માવતર મળે તો અંબે જેવા મળજો