પૃથ્વી માં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયા ની કોર
ગરબો રમણે ચઢ્યો રે લોલ
પૃથ્વી માં પાવાગઢ મોટો રે
ડુંગર ઉપર મહાકાળી માં શોભતા રે
એના પરચા નો નહી પાર
ગરબો રમણે ચઢ્યો રે લોલ
પૃથ્વી માં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયા ની કોર
પૃથ્વી માં પાવાગઢ મોટો રે
ડુંગર ઉપર બેઠી બંન્ને બેનડીયો
કાળી ભદ્રકાળી સોહાય
ગરબો રમણે ચઢ્યો રે લોલ
પૃથ્વી માં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયા ની કોર
પૃથ્વી માં પાવાગઢ મોટો રે