આવી આસુ સુદ અજવાળી રે માં
અંબાજી ગરબે ઘુમે છે
માડી ગબ્બરના ગોખથી ઉતર્યા રે માં
અંબાજી ગરબે ઘુમે છે
આવી આસુ સુદ અજવાળી રે માં
અંબાજી ગરબે ઘુમે છે
આજ સોળે સજી શણગાર રે માં
અંબાજી ગરબે ઘુમે છે
ગોવાળીયો ગાયો ચરાવે રે માં
અંબાજી ગરબે ઘુમે છે
ગોવાળીયો ચરામણ માંગે રે માં
અંબાજી ગરબે ઘુમે છે
માં એ સુપડુ ભરી ને જવ આપ્યા રે માં
અંબાજી ગરબે ઘુમે છે
ગોવળીયો પછતાયો રે માં
અંબાજી ગરબે ઘુમે છે
માં એ પહેર્યો હીરા નો હાર રે માં
અંબાજી ગરબે ઘુમે છે
આવી આસો સુદ અજવાળી માં
અંબાજી ગરબે ઘુમે છે