અંબા આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમે રમીને બતલાવીયે
ચુંદડી ની જોડ છે
એમાં મારો ભાગ છે
મેં બોલાવી કેમ ના આવી
એટલો મારો વાંક છે
અંબા આવો તો રમીએ
બહુચર આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમે રમીને બતલાવીયે
કડલા ની જોડ છે
એમાં મારો ભાગ છે
મેં બોલાવી કેમ ના આવી
એટલો મારો વાંક છે
અંબા આવો તો રમીએ
ચામુંડ આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમે રમીને બતલાવીયે
હારલા ની જોડ છે
એમાં મારો ભાગ છે
મેં બોલાવી કેમ ના આવી
એટલો મારો વાંક છે
અંબા આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમે રમીને બતલાવીયે