ડેકલા વાગે દેવી તણા ને
બધા ભુવા ધુણવા જાય
ડમ્મર વાગે છે …..(૨)
હે નવલી આવી નવરાત્રી ને
માડી રમજો માજમ રાત
ડમ્મર વાગે છે …..(૨)
હે નવ દુર્ગા મળી સામટી
માડી રમજો માજમ રાત
ડમ્મર વાગે છે ..…..(૨)
ડેકલા વાગે દેવી તણા ને
બધા ભુવા ધુણવા જાય
ડમ્મર વાગે છે …..(૨)
મોમાઈ મારી માવડી ને
માડી રમવા આવો આજ
ડમ્મર વાગે છે …..(૨)
મિનાવાડા વાળી માવડી ને
ગરબે ઘુમવા આવો આજ
ડમ્મર વાગે છે …..(૨)
ડેકલા વાગે દેવી તણા ને
બધા ભુવા ધુણવા જાય
ડમ્મર વાગે છે …..(૨)