ડાકલુ વગાડ તારુ જાગરીયા
ડમ્મર ડાકલુ પાવળીયા
કોણ ડાકલા નો ઘડનારો જાગરીયો
શીવ શંકર કૈલાશ વાળો બાવલીયો
ડાકલુ વગાડ તારુ જાગરીયા
ડમ્મર ડાકલુ પાવળીયા
કડીના કાંગરા વાળી મેલડી
લટકાડી.મટકાડી…નવલખી
લોંબડીયાળી ખમ્મા ખમ્મા માં મેલડી
મલ્હાવ રાવ નો આખો મહેલ ડોલાવ નારી
ખમ્મા ખમ્મા માં મેલડી
સોના નુ ડાકલુ ને પડે રૂપા ની હાંક
ડાકલુ વગાડ તારુ જાગરીયા
ડમ્મર ડાકલુ પાવળીયા
કોણ ડાકલા નો ઘડનારો જાગરીયો
શીવ શંકર કૈલાશ વાળો બાવલીયો
ડાકલુ વગાડ તારુ જાગરીયા
ડમ્મર ડાકલુ પાવળીયા
જીવણ જગમાલીયાને તારી ભીડ પડી
મેલડી માં કળયુગમાં ક્ષાત ક્ષાત
પુજાવાવાળી ઉગતાની મેલડી
હે મારી વારે આવો આવી ને ઉગારો માં
ખમ્મા ખમ્મા માં મેલડી
મલ્હાવ રાવ ના મેલ વાળી
ડાકલુ વગાડ તારુ જાગરીયા
ડમ્મર ડાકલુ પાવળીયા