67 વા વાયા ને વાદળ ઉમટ્યા


વા વાયા ને વાદળ ઉમટ્યા,
ગોકુળ માં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા,

તમે મળવા તે ના’વો શા માટે,
નહિ આવો તો નંદજી ની આણ…મળવા,

તમે ગોકુળ માં ગૌ ધન ચોરંતા,
તમે છો રે, સદાના ચોર,…મળવા,

તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડ ના ભાણેજ ,…મળવા,

તમે વ્રજ માં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિતના ચોર,…મળવા,

મહેતા નરશી ના સ્વામી શામળિયા,
એને તેડી રમાડ્યા રાસ,,…મળવા,


Leave a Reply

Your email address will not be published.