એ છટકી રે મારા માખણની મટકી
ઉભો છે પેલો કાનુડો અટકી
એ છટકી રે મારા માખણની મટકી
ઉભો છે પેલો કાનુડો અટકી
નંદના લાલજી કાળા ઓ કાનજી
નંદના લાલજી કાળા ઓ કાનજી
જાવા દે છોગાળા છેલ…
મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે
કનૈયા મોરલી વાળા રે કાના મારા મોરલી વાળા રે
એ છટકી રે મારા માખણની મટકી
ઉભો છે પેલો કાનુડો અટકી
મારગડો રોકીને ઉભા છે કાનજી
ઝાલી પાલવડો માંગે છે દાન જી
મારગ રોકીને ઉભા છે કાનજી
ઝાલી પાલવડો માંગે છે દાન જી
હે કાળા કરશનજી માધવ મોહનજી
કાળા કરશનજી માધવ મોહનજી
મારગડો મારો મેલ
મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે
કનૈયા મોરલી વાળા રે કાના મારા મોરલી વાળા રે