81 રાધા ને શ્યામ મળી જાશે


કે આજ પ્રિતમ ને પ્રીત મળી જાશે તું જો
આજ પ્રિતમને પ્રીત મળી જાશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે
રાધા ને શ્યામ મળી જાશે, તૂ જો…

જમુના કાંઠે રાસ રમે, કનુડો ને રાધા
જોવે આખું ગામ જોને, મેલી કામ આધા

મોરલી ના સુર સુની
સાન ભાન ભૂલી જાય
ગોકુળીયું ગામ થાય ઘેલું

રાસ કેરી રમઝટ માં
સહુ આજે જુલી જાય
નથી આજે બાદ રેહવું સેહલુ
કે કાનો ખુદ સુદ બુધ ભુલી જાશે તું જો
કે રાધા ત્યારે મન મોહી જડી જાશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે તૂ જો.
રાધા ને શ્યામ મળી જાશે.

કે પ્રીત ને નવી રીત મળી જાશે તું જો
કે આજે સરગમ ને ગીત મળી જાશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે.


Leave a Reply

Your email address will not be published.