હારે દાણ માગે કાનુડો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
એની મોરલીમાં એની બંસરીમાં
એની મોરલીમાં એની બંસરીમાં
વેણુ નાદ વાગે
કાનુડો દાણ માગે
હારે દાણ માગે ધુતારો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
હારે કાન કિયા મલક નો તુ સુબો
હારે કાન કિયા મલક નો તુ સુબો
હે મારા મારગ વચ્ચે સિદ્ધ ઊભો
કાનુડો દાણ માગે
હારે દાણ માગે ધુતારો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
હે કાન કિયા મલકનો છે રાજા
હારે કાન કિયા મલકનો છે રાજા
હે તારી સાથે ગોવાળિયા જાજા
કાનુડો દાણ માગે
હારે દાણ માગે ધુતારો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
એની મોરલીમાં એની બંસરીમાં
એની મોરલીમાં એની બંસરીમાં
વેણુ નાદ વાગે
કાનુડો દાણ માગે