103 મેતો જોબનની આંખ્યું માં ઘોળા રંગીલી


મેતો જોબનની આંખ્યું માં ઘોળા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેતો જોબન ની આંખ્યું માં ઘોળા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મેતો રંગ માં કપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેતો રંગ માં કપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

તમે એકવાર ઘોઘા જાજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
તમે એકવાર ઘોઘા જાજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

હતો પાણીદાર ઘોડલાં આવું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
હતો પાણીદાર ઘોડલાં આવું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

રાધા છે ઉભી ને જોવે તારી વાટ કાના
જલ્દી તું વાંહળી પકડી ને હાલ કાના
રાધા છે ઉભી ને જોવે તારી વાટ કાના
જલ્દી તું વાંહળી પકડી ને હાલ કાના

સાડી નો છેડલો પકડી તું રાખ રાધા
રંગે બગાડવા આવશે તને એ રાધા
સાડી નો છેડલો પકડી તું રાખ રાધા
રંગે બગાડવા આવશે તને એ રાધા

તમે ઘોઘા ના ઘોડલાં લાવજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
તમે ઘોઘા ના ઘોડલાં લાવજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો…

મારી હારે તને ઘોડલે પલાનું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મારી હારે તને ઘોડલે પલાનું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો


Leave a Reply

Your email address will not be published.