વારી વારી વારણા લઉં તમારા શામળા
વારી વારી વારણા લઉં તમારા શામળા
નિત નિત દર્શન થાયે, મંગલ શુભ દિન આજનો
વારી વારી વારણા લઉં તમારા શામળા
મથુરામાં પ્રગટયા વાલા ગોકુલ પધાર્યા
આનંદ નંદજીને દ્વાર,
દહીં હળદરના ત્યાં ઉડે છે છાંટણા
દહીં હળદરના ત્યાં ઉડે છે છાંટણા
નાચે છે ગોપને ગોવાળ મંગલ શુભ દિન આજનો
વારી વારી વારણા લઉં તમારા શામળા
જશોદા ઝુલાવે બાબા નંદ ઝુલાવે
માનુની મંગલ ગાય,
નંદ જશોદાના લાલ લાડીલા
નંદ જશોદાના લાલ લાડીલા
ગોપીયુના હૈયાના હાર મંગલ શુભ દિન આજનો
વારી વારી વારણા લઉં તમારા શામળા
શ્રી વલ્લભના સ્વામી શામળીયા
હે ભક્ત વત્સલ ભગવાન,
શ્યામ સુંદીર શ્રી હરી ઉપર
શ્યામ સુંદીર શ્રી હરી ઉપર
સર્વસ્વ જાવુ બલીહાર મંગલ શુભ દિન આજનો
વારી વારી વારણા લઉં તમારા શામળા