94 ગોરી રાધા ને કાળો કાન


થનગનતો આ મોરલો, એની પરદેશી છે ઢેલ,
ખમ્મા રે વાલમજી મારા, ખરો કરાવ્યો મેળ,
રે…. ખરો કરાવ્યો મેળ,

ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે,
જગની રીત નું શું કામ,
રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે,
જગની રીત નું શું કામ,
આખો માંડી ને જુએ ગામ…
હે, ગોરી રાધા ને કાળો કાન,
ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી રાધા ને કાળો કાન,
ગરબે ઘૂમે ભૂલી ભાન.

પિશ્ચમ ના રાધારાણી, પૂરબ નો કાનુડો,
કેવી આ હંસલા ની જોડ રે……….
નવરંગી રાતું માં રુમેઝુમે બેલડી ને,
ખાતા મીઠા એના બોર રે.
પિશ્ચમ ના રાધારાણી, પૂરબ નો કાનુડો,
કેવી આ હંસલા ની જોડ રે………..
નવરંગી રાતું માં રુમેઝુમે બેલડી ને,
ખાતા મીઠા એના બોલ રે.
રાધાનું તનડું નાચે મનડું નાચે,
કાન્હા ની મોરલી,
ભુલાવે જોને સહુના ભાન,

ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી ગોરી રાધા ને કાળો કાન,
ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે,
જગની રીત નું શું કામ,
રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે,
જગની રીત નું શું કામ,
આખો માંડી ને જુએ ગામ…


Leave a Reply

Your email address will not be published.