આસોની અજવાળી રાતલડી માં
ગરબામાં ઘુમે અંબે માવલડી માં
આસોની અજવાળી રાતલડી માં
ગરબામાં ઘુમે અંબે માવલડી માં
ગગન મંડળનો ગરબો કરતો માં
લાવી સૂરજ નો દીવો કર્યો
આસોની અજવાળી રાતલડી માં
ગરબામાં ઘુમે અંબે માવલડી માં..
હો ગરબાના તાલમાં
રમતા સહુ તાનમાં
માથે શોભે રૂડો ગરબો
હો ગરબાના તાલમાં
રમતા સહુ તાનમાં
માથે શોભે રૂડો ગરબો
માથે શોભે રૂડો ગરબો
ફરરરર ફરે માંડી ફુદરડી માં
રુડી લેહરાતી માની ચૂંદલડીમાં
આસોની અજવાળી રાતલડી માં
ગરબામાં ઘુમે અંબે માવલડી માં