અરજી સુણીને આઈ આવતી તી
રે મારો સાદ રે સુણીને સિધાવતી તી રે માં
ખોડલ માં તું ખમકારી રે માં
હે માતાજી મોગલ માં રે માછરાળી માં
અરજી સુણીને આઈ આવતી તી
રે મારો સાદ રે સુણીને સિધાવતી તી રે માં
ખોડલ માં તું ખમકારી રે માં
ખોડલ માં તું ખમકારી રે માં..
“પણ નબઘણ આવ્યો વરુડીના નેહડે
અરે જગદંબા ને લળી લળી લાગ્યો છે પાય
પણ હેતથી, હેતથી હાથને હે લાંબા કર્યા
અરે નવઘણ ના વારણા લેતી જાય”
હે વરુડી બની માં
હે વરુડી બની વિનવતી તી રે માં
નવઘણ ઘોડલાને પાળતી તી રે માં
ખોડલ માં તું ખમકારી રે માં
અરજી સુણીને આઈ આવતી તી..
“પણ નવઘણ, નવઘણ હાલ્યો જગદંબા સિંધમાં,
અરે જોને આડો દરિયો છે અપાર,
હવે ભગવતી, ભગવતી મારગ તું બતાવજે,
કેમ કે તું છે મારી મઘર વાળી માં”
ચકલી બનીને ભાલે,
તેદી ચકલી બનીને ભાલે આવતી તી રે માં
દરિયામાં ઘોડલા હંકાવતી તી રે માં
ખોડલ માં તું ખમકારી રે માં
અરજી સુણીને આઈ આવતી તી..