106 દ્વારિકની શેરીએ


દ્વારિકની શેરિયુંમાં ઘુમે રે મણિયારો
ચૂડલા વેચે જોને નંદનો દુલારો
ચૂડલા વેચે જોને નંદનો દુલારો
શેરીએ શેરીએ સાદ પડે ને કાઇ
શેરીએ શેરીએ સાદ પડે
જોવા ઉતાર્યા બ્રહ્મા મહેશ
કે હોવે હોવે
ઉતાર્યા બ્રહ્મા મહેશ
કે હું તો તને વારી જાવું મણિયારા
હું તો તને વારી જાવું મણિયારા..

મોતી જડી મોજડીને આતિયાળી પાઘડી
મોતી જડી મોજડીને આતિયાળી પાઘડી
મેડીએ બેઠી રાધા જુવે એની વાટડી
મેડીએ બેઠી રાધા જુવે એની વાટડી
હે મણિયારો મણિયારો શું રે કરો છો
મણિયારો મણિયારો શું રે કરો છો
મણિયારો નાનેરું બાળ
કે હોવે હોવે
મણિયારો નાનેરું બાળ
કે હું તો તને વારી જાવું મણિયારા
હું તો તને વારી જાવું મણિયારા..


Leave a Reply

Your email address will not be published.