107 રણછોડ રંગીલા


કાળા કાળા કાનજી ને રૂપાળા
રણછોડ રાધે ગોવિંદા
શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ
રણછોડ રંગીલા…

હોનાની નગરી વારો
દેવમારો દ્વારીકા વારો
હે માધવ તારી મેડિયુમાં
બોલે જીણા મોર રણછોડ
રંગીલા…

ધજા બાવન ગજની ફકરે,
જોઈ હૈયું મારુ હરખે
સામે બેઠા શામળિયો ને
ગોમતીજી ભરપુર
રણછોડ રંગીલા…

મને વાલો અમારો ઠાકર
એને ભાવે મિસરી સાકર
સોના રૂપાના ઢોલિયા ને
દિવડાં ઝાકમ ઝોળ
રણછોડ રંગીલા…

વાલો મધુરી મોરલી વગાડે
રંગ રસિયો રાસ રમાડે
હે ઝરમર વરહે મેહુલિયો ને
વાદળીયું ઘનઘોર
રણછોડ રંગીલા…


Leave a Reply

Your email address will not be published.