108 માધવ મારા મોરલી વાળા


કાનજી કાળા દ્વારીકા વાળા
કાનજી કાળા દ્વારીકા વાળા
માધવ મારા મોરલી વાળા
કાનજી કાળા દ્વારીકા વાળા
માધવ મારા મોરલી વાળા

મેતો દ્વારિકની શેરિયુંમાં દીઠા
માધવ માધવ મારા મીઠા
ડાકોરના ઠાકર છે
મેતો દ્વારિકની શેરિયુંમાં દીઠા
માધવ માધવ મારા મીઠા
ડાકોરના ઠાકર છે

સોનાની નગરીને દ્વારીકા બેટ છે
બેઠો હિંડોળે શામળિયો શેઠ છે
હે જોને ઘમ્મર વલોણા ગાજે
વાલિડો મારો જાગે
ડાકોરના ઠાકર છે
મેતો દ્વારિકની શેરિયુંમાં દીઠા..

હે રૂડા રાજવાડાને ગોમતીનો ઘાટ છે
દ્વારિકના નાથ નો જબરો ઠાઠ છે
હે ચાર દિશામાં દરિયો ગાજે
કે નોબતું વાગે
ડાકોરના ઠાકર છે
મેતો દ્વારિકની શેરિયુંમાં દીઠા..

રાજા ધીરાજ મારા રાય રણછોડની
ફરકે ધજાયું બાવન ગજની
હે મારા મોહન મોરલી વાળા
કે કાનજી રૂપાલા
ડાકોરના ઠાકર છે
મેતો દ્વારિકની શેરિયુંમાં દીઠા..


Leave a Reply

Your email address will not be published.