109 કાનો દ્વારીકા વાળો


મીઠી મીઠી મોરલી વાળો
દેવ દ્વારિકા વાળો
મીઠી મીઠી મોરલી વાળો
કાનો આખા વ્રજને વ્હાલો રે

કાનો ગોકુળીયા વાળો
મીઠી મીઠી મોરલી વાળો
યશોદા નંદ નો લાલો રે
દેવ દ્વારિકા વાળો રે
મીઠી મીઠી મોરલી વાળો રે
દેવ દ્વારિકા વાળો રે

કાનો ગોકુળીયા વાળો
મીઠી મીઠી મોરલી વાળો
યશોદા નંદ નો લાલો રે
દેવ દ્વારિકા વાળો રે
મીઠી મીઠી મોરલી વાળો રે
દેવ દ્વારિકા વાળો રે

ધજાયુ આભને આંબે
નીર ગોમતીના ગાજે
નોબતું મીઠી બાજે રે
દેવ દ્વારિકા વાળો રે
મીઠી મીઠી મોરલી વાળો રે
દેવ દ્વારિકા વાળો રે

વ્રજની રીતને ભૂલ્યો
રાધાની પ્રીતને ભૂલ્યો
ગોપીના ગીતને ભૂલ્યો રે
દેવ દ્વારિકા વાળો રે
મીઠી મીઠી મોરલી વાળો રે
દેવ દ્વારિકા વાળો રે

જૂના જમુના નો આરો
ક્યારે આવે નંદ દુલારો
વાટ્યુ જુએ વ્રજ ગોવાળો રે
દેવ દ્વારિકા વાળો રે
મીઠી મીઠી મોરલી વાળો રે
દેવ દ્વારિકા વાળો રે

વૃંદાવન ચોકને ભૂલ્યો
વ્રજના લોકને ભૂલ્યો
માખણના ભોગને ભૂલ્યો રે
દેવ દ્વારિકા વાળો રે
મીઠી મીઠી મોરલી વાળો રે
દેવ દ્વારિકા વાળો રે

રાખી છે કામળી તારી
વાટ્યુ જુએ ગાવડી ગોરી
મીઠી મીઠી મોરલી તારી રે
દેવ દ્વારિકા વાળો રે
મીઠી મીઠી મોરલી વાળો રે
દેવ દ્વારિકા વાળો રે

તારી યાદ શ્યામ સતાવે
ગ્વાલને સપને આવે
વ્રજ કેમ યાદ ના આવે રે
દેવ દ્વારિકા વાળો રે
મીઠી મીઠી મોરલી વાળો રે
દેવ દ્વારિકા વાળો રે


Leave a Reply

Your email address will not be published.