હે ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા રે
હે ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા રે
હે આંગણિયે પથરાવો ફૂલ રાજ
હે આંગણિયે પથરાવો ફૂલ રાજ
આજ આવશે અંબા જોને જાગતી રે
હે ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા રે..
માં અંબાને છે ઉતારા ઓરડા રે
માં અંબાને છે ઉતારા ઓરડા રે
હે એમના છોરુડાને મેડિયુના મોલ રાજ
હે એમના છોરુડાને મેડિયુના મોલ રાજ
આજ આવશે અંબા જોને જાગતી રે
હે ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા રે..