કાળી વાદલડી તુંને વિનવે રે
બે ઘડીક નાચી લે રંગ મોરલા
કાળી વાદલડી તુંને વિનવે રે
બે ઘડીક નાચી લે રંગ મોરલા
હે જાય છે મારી સાહેલીનો સાથ રે
બે ઘડીક નાચી લે રંગ મોરલા..
હો બાર બાર મહિને પાછા આવશું રે
બે ઘડીક નાચી લે રંગ મોરલા
હો બાર બાર મહિને પાછા આવશું રે
બે ઘડીક નાચી લે રંગ મોરલા
હે કરી લેને બે ઘડી ટહૂકાર રે
બે ઘડીક નાચી લે રંગ મોરલા
હે કરી લેને બે ઘડી ટહૂકાર રે
રંગભર નાચી રે રંગ મોરલા..