તાળીઓ ના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત
આસમાની ચૂદલડી માં લહેરીયા લહેરાય રે
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત
ગોરો ગોરો ચાંદલીયો ને
દિલ ડોલાવે નાવલીઓ
કહે મન ની વાત રે
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત
ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી
ચાંદલીયો હિચોળે તારા હૈયા કેરી દોરી
રાતલડી રળિયાત રે
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત
તાળીઓ ના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત
ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો
રાસ રમે જાણે શામળીયો
જમુનાજી ને ઘાટ રે
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત
તાળીઓ ના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત