આરાસુર વાળી બિરદાળી મતવાલી માં ઘુમ રે,
સોહે હર નારી માડી જય હનકારી માં ઘુમ રે
રમે અંબે માં ચાચર ના ચોક માં રે લોલ
નવદુર્ગા ઓ ગયે મંગલ ગીત હો
રમે અંબે માં
પાવાગઢ થી કાળકા પધારિયા રે લોલ
હો માયે શોળે સજ્યાં શણગાર હો
રમે અંબે માં
ચમકે ચુડીયું ને ચમકે સોડીયું રે લોલ
હો માના પગે ઝાંઝર નો ઝણકાર હો
રમે અંબે માં
ચોટીલા થી ચામુંડ માં પધારિયા રે લોલ
હો માયે શોળે સજ્યાં શણગાર હો
રમે અંબે માં
આરાસુર થી અંબે માં પધારિયા રે લોલ
માયે શોળે સજ્યાં શણગાર હો
રમે અંબે માં