ધારા નગર થી ઉતારી રે અંબે માડી રે
મારે તો માતા નો આધાર
હો.. અંબે અલબેલી હો પાવાગઢ વાળી રે
માથા માં મુંગટ, શોભતા રે અંબે માડી રે
નથણી નો ભારે છે માં નામ હો
હો.. અંબે અલબેલી, હો પાવાગઢ વાળી રે
ધારા નગર થી
કાનો માં ઝાલર, શોભતા રે અંબે માડી રે
ઘુઘરી નો ભારે છે માં ભાર હો
હો.. અંબે અલબેલી, હો પાવાગઢ વાળી રે
ધારા નગર થી
હાથો માં હાટજ, શોભતા રે અંબે માડી રે
બંગડી નો ભારે છે માં ભાર હો
હો.. ધારામતી વાળી, હો.. મહેરાવાળી હો
ધારા નગર થી