એકે છંદે બીજે છંદે, ત્રીજે છંદે દોરી
ચોથે છંદે રમે, રાની રાંદલ ગોરી
રાંદલ માવડી કે’ છે મારે બાજોટના કોડ
જાવ ને જગાડો ઓલ્યા સુતારીનો બેટો
સુતારી નો બેટો આઈ ને દશમશ દુઝે
ઉડલો ચૂડલો રણજણ ભમરી મંડપ નો છાંયો
આઈ ની ઉજળી રે નગરી માં
રમે રાની રાંદલ ગોરી… એકે છંદે
રાંદલ માવડી કે, છે મારે ચુંદડી ના કોડ
જાવ ને જગાડો ઓલ્યા કાપડિયાનો બેટો
કાપડિયા નો બેટો આઈ ને દશમશ દુઝે
ઉડલો ચૂડલો રણજણ ભમરી મંડપ નો છાંયો
આઈ ની ઉજળી રે નગરી માં
રમે રાની રાંદલ ગોરી… એકે છંદે
રાંદલ માવડી કે, છે મારે ટોટીયું ના કોડ
જાવ ને જગાડો ઓલ્યા સોનીડાનો બેટો
સોનીડાનો બેટો આઈ ને દશમશ દુઝે
ઉડલો ચૂડલો રણજણ ભમરી મંડપ નો છાંયો
આઈ ની ઉજળી રે નગરી માં
રમે રાની રાંદલ ગોરી… એકે છંદે
રાંદલ માવડી કે, છે મારે વેણીયું ના કોડ
જાવ ને જગાડો ઓલ્યા માળીડાનો બેટો
માળીડાનો બેટો આઈ ને દશમશ દુઝે
ઉડલો ચૂડલો રણજણ ભમરી મંડપ નો છાંયો
આઈ ની ઉજળી રે નગરી માં
રમે રાની રાંદલ ગોરી… એકે છંદે
રાંદલ માવડી કે, છે મારે શ્રીફળના કોડ
જાવ ને જગાડો ઓલ્યા ગાંધીડાનો બેટો
ગાંધીડાનો બેટો આઈ ને દશમશ દુઝે
ઉડલો ચૂડલો રણજણ ભમરી મંડપ નો છાંયો
આઈ ની ઉજળી રે નગરી માં
રમે રાની રાંદલ ગોરી… એકે છંદે