120 વેરૂમાં વીરડો ગાળતી


“મજબૂત રાખું મનને
મારુ હૈયું રહે નય હાથમાં
જે દી એ હતી સઘળું હતું
મારું સુ:ખ એની સાથમાં
મજબુર થઈ મારે જીવવું રહ્યું
અને મારા નેણે નીંદ ના આવતી
પાદર ઘુમાવે અલ્યા પદમણી
મને યાદ તારી એ આવતી,
મને યાદ તારી આવતી…”

વેરૂમાં વીરડો ગાળતી
વેરૂમાં વીરડો ગાળતી તી રે
ગેલડીયારે રબારી…
તારા ખોબલે પાણી પાતી તી
પહોલીએ પાણી પાતી તી રે
ઘેલી રે હો હજારણ

પણ પલ પલ……પદમણી હામભરે
અરેરે મારું હૈયું હલબલ જો થાય
પણ જલથલ માં જીવ ના ઠરે
મને જાવા નો દે જલમાં

ખેતરે ભાત લઈ આવતી,
ખેતરિયે ભાત લાઇ આવતી તી રે
ઘેલાડીયા રબારી
તને હેતથી ખવડાવતી તી
ખરા ભાવથી હું ખવડાવતી તી રે
ઘેલડીયા રબારી
હો હો હો ઘેલડીયા રબારી

પણ નેણે……..કદી……નીંદરા
અરેરે જોને ભાવતા તજા મે જો ભાત
પણ પાગલ થઈને ફર વળું
અરેરે મારા વહમાં દિનને રાત

પડનું પાથરણું પાથરતી તી
મારા પંડનું પાથરણું પાથરતી તી
ઘેલડીયા રબારી
તારા ઉરના ઓશીકે સુવડાવતી તી
તારા ઉરના ઓશીકે સુવડાવતી તી રે
ઘેલી રે હો હજારણ
હો હો હો ઘેલડીયા રબારી
ઘેલી રે હો હજારણ


Leave a Reply

Your email address will not be published.