124 મારા દ્વારકાના નાથ


મારાં દ્વારકાના નાથ તને ખમ્મા રે ખમ્મા
મારાં રાજા ધીરાજ તને ખમ્મા રે ખમ્મા
ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા
ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા
હે મારાં ડાકોર ના ઠાકર તને ખમ્મા રે ખમ્મા
મારાં રંગીલા રણછોડ તને ખમ્મા રે ખમ્મા

બાળા વેજનતી ને ખમ્મા
મુગટ મોરપિચ્છને ખમ્મા
રાજ રૂપાળા શ્રિંગાર તારા ખમ્મા રે ખમ્મા,
બેટદ્વારકા ને ખમ્મા
નીર ગોમતીજીને ખમ્મા
આવે ભક્તો રે ભરપૂર કરે ખમ્મા રે ખમ્મા
ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા
ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા
હે મારાં ડાકોર ના ઠાકર તને ખમ્મા રે ખમ્મા
મારાં રંગીલા રણછોડ તને ખમ્મા રે ખમ્મા

ધોળી ધજાયુને ખમ્મા
છપ્પન સિડિયુંને ખમ્મા
દરિયા કાઠે દેવળ તારા શોભે તારો ખમ્મા રે ખમ્મા
મીઠી મોરલી ને ખમ્મા,
જીણી જાલરિયુંને ખમ્મા
તારા વાગે નોબત વાજા તને ખમ્મા રે ખમ્મા
ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા
ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા
હે મારાં ડાકોર ના ઠાકર તને ખમ્મા રે ખમ્મા
મારાં રંગીલા રણછોડ તને ખમ્મા રે ખમ્મા


Leave a Reply

Your email address will not be published.