118 મને પ્રેમ છે તને કેમ છે


એ ચાંદા ને પૂછે સિતારા
તને પૂછે દિલ ના ધબકારા…(2)
ધબકારા…
મને પ્રેમ છે તને કેમ છે…(2)
સુરજ ની કિરણો ના ચમકારા
તને પૂછે આખો ના પલકારા…(2)
પલકારા…
મને પ્રેમ છે તને કેમ છે…(2)

હો દિલ માં મારા ઘણા સવાલ છે
તારી પાસે એના માંગે જવાબ છે
હો તારા વિચારો આવે આજ કાલ છે
તારી જોડે મને જીવવાના ખ્વાબ છે

હો તારા રે પ્રેમ થી ચાલે શ્વાસ મારા
દિલ ના દરવાજે વાગે ભણકારા…
વાગે ભણકારા
મને પ્રેમ છે તને કેમ છે
એ ચાંદા ને પૂછે સિતારા
તને પૂછે દિલ ના ધબકારા…(2)
ધબકારા…
મને પ્રેમ છે તને કેમ છે…(2)

પેલી વાર મળ્યા ની તારીખ યાદ રાખશું
છેલ્લા શ્વાસ સુધી સાથ તને આપશું
હો મળે કુદરત તો તને જ માંગશું
કોઈએ ના આપ્યો હોય એવો પ્રેમ આપશું

તને જીવ કરતા વધુ અમે ચાહનારા
તારો ઇંતજાર છે ઓ મારા યારા…
ઓ યારા
મને પ્રેમ છે તને કેમ છે
એ ચાંદા ને પૂછે સિતારા તને
પૂછે દિલ ના ધબકારા…(2)
ધબકારા…
મને પ્રેમ છે તને કેમ છે
મને પ્રેમ છે તને કેમ છે…(2)


Leave a Reply

Your email address will not be published.