119 ધડકનમાં તમને સમાવી લીધા


હો અમે ધડકન માં તમને સમાવી લીધા
ધડકન માં તમને સમાવી લીધા
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા

હો અમે દિલ શું જીવન તારા નામ રે કીધા
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
હો તમને સોંપી દીધી જિંદગી અમારી
રાખજો કાયમ વાલમ એને રે હંભાળી
એને રે હમ્ભાળી…

અમે ખુલ્લી આંખે સપના તારા જોયી રે લીધા
ભગવાન જોડે તમને માંગી રે લીધા
ઓ મારા ભગવાન જોડે તમને માંગી રે લીધા

હો આખો મારી ખુલે તમને જોવા માંગુ
ધડકન નો ધબકારો તમને કરી રાખું
હો તમને પામી ને અમે પામી લીધું બધું
માંગતા નથી એના જોડે કઈ વધુ

હો નાની આ જિંદગી માં ખુશીયો રહે
બસ એટલું આ દિલ માંગતું રહે
માંગતું રહે…

હો અમે ધડકન માં તમને સમાવી લીધા
ધડકન માં તમને સમાવી લીધા
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
હો અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા

હો તારા સિવાય ખ્વાબ નથી કોઈ આંખ માં
ખુશ્બુ થઇ મહેંકો તમે મારા શ્વાસ માં
હો દુનિયા નું સુખ ના જોવે જોવે બસ તારો સાથ
મન મૂકી ને જેને કઈ શકું દિલ ની વાત

હો તમારા દિલ ની ધડકન થઇ ને રેવું
બસ એટલું હવે મારે તમને કેવું…મારે તમને કેવું
હો અમે ધડકન માં તમને સમાવી લીધા
ધડકન માં તમને સમાવી લીધા
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા

અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
મારા રોમ જોડે તમને માંગી રે લીધા


Leave a Reply

Your email address will not be published.