મેં તો સોળે સજ્યાં છે શણગાર
તમને બતાવવા..
મારા હોઠો પર બસ તમારું નામ
રહેશે હર હાલમાં….
તમારી છું તમારી હું રહીશ મારા સાજણા
જીવવું મરવું છે તમારી સંગાથમા
હૉ મેં તો સોળે સજ્યાં:…
દિવસ રે ઉગે ને મુખ જોવું રે તમારું
ખુશ રહો દિન ભર હું કામ કરું મારું
ઘડીક દૂર જાઓ તો પછી મન ના માને મારુ
ક્યારે આવશો પાછા રસ્તો હું નિહાળુ
જો જો કદી મૂકીને ના જતા મારા સાજણા
જીવવું મરવું છે તમારી સંગાથમાં
હૉ મેં તો સોળે સજ્યાં છે…..
હાથોની મહેંદીમાં લખ્યું નામ રે તમારું
તમને બતાવવા મારું હૈયું રે હરખાતું
તમારા આપેલા આજે ચૂડલા લીધા પહેરી
કો તો ખરા હું આજે લાગુ છું રે કેવી
આવો ને આવો પ્રેમ રાખજો મારા વાલમાં
જીવવું મરવું છે તમારી સંગાથમાં
મેં તો સોળે સજ્યાં છે શણગાર..
તમને બતાવવા..
મારા હોઠો પર બસ તમારું નામ
રહેશે હર હાલમાં….