વ્હાલા આતો વાલપનુ છે વહાણ
હે અને પાર તુ ઉતાર
વ્હાલા આતો વાલપનુ છે વહાણ
એને પાર તુ ઉતાર
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યા રમી આવ્ય કાન રાતલડી
વ્હાલા થોડો હરખ તો દેખાડ
બળેલાને ના તુ બાળ
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યા રમી આવ્ય કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટ
ક્યા રમી આવ્યા તમે રાતલડી
હી ઊંચી નારી ઉજાળી
આને વાલી જળ ભરવાને જય
હે એને કાંતો વાગ્યો જોને પ્રેમનો
પછી એતો ઊભી ઝોલા ખાય
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યા રમી આવ્ય કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટ
ક્યા રમી આવ્યા તમે રાતલડી
હે નો ઓધ્યુ પચરંગી અમે લુગાડુ
અમરો વાલો વાલ્યાની છે વાત
હે મારા કાન્હા તારા વિરહમા
હી મારે ભવે ભવના હોગ
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યા રમી આવ્ય કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટ
ક્યા રમી આવ્યા તમે રાતલડી
હે દેવ માયલો તુ દેવ છો
આમને વનમા વેગડા મેકી કેમ જય
હે તારે મારે જુની પ્રીતડી
હે મારે બિજો ક્યા હંગાથ
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યા રમી આવ્ય કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટ
ક્યા રમી આવ્યા તમે રાતલડી
હે તારી હાતે હવેલીયુ ઝગમગતી
અને મોટો છે તારો ગોમતીનો ઘાટ
આમ પરદેશી હરે તારી પ્રીતાદી
હી એતો પળમા તુટી જય
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યા રમી આવ્ય કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટ
ક્યા રમી આવ્યા તમે રાતલડી
હે હૈયા કેરી હાટમા
એને પછી મળ્યા વાલાનો સાથ
હે ગોપી બની ઘેલી થઈ
પછી મારા વાલે રમાડ્યા રાસ
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યા રમી આવ્ય કાન રાતલડી
હો ક્યા રમી આવ્ય કાન રાતલડી
હે તમે ક્યા રમી આવ્ય કાન રાતલડી