હે મારો વીરો બાળક કુંવારો
લગન કાજે એ રિહાણો
એને પરણવાનો શોખ એને બાજોઠે બેસાડો
હે મારા વીરના ઊંચા શોખ
વીર ઘોડીના છે કોડ
મારા વીરના ઊંચા શોખ
વીર ઘોડીના છે કોડ
એવી નોથડીયું ઘડાવો
એની લાડી વહુને લાવો
એવી નોથડીયું ઘડાવો
એની લાડી વહુને લાવો
હજારો હાથીડા વીરા તારી જાનમાં
હજારો હાથીડા વીરા તારી જાનમાં
હે 92 લાખ ઘોડલીયાની અમસાણું રે
આવી સુંદર શેર નગરીનો કુંવર
હાલ્યો પરણવા
સુંદર શેર નગરીનો કુંવર
હાલ્યો પરણવા રે હે
મામાને મામી રે વીરા તારી જાનમાં
મામાને માની રે વીરા તારી જાનમાં
હે માસીનો હરખના હમાઈ રે
આવા મામાનો ભાણેજ
હાલ્યો જોને પરણવા રે
હજારો હાથીડા વીરા તારી જાનમાં
હે નખરાળી છે લાડી વીરની રૂડીને રૂપાળી
હે નખરાળી છે લાડી વીરની રૂડીને રૂપાળી
એક સરવરિયાની પાળે બેઠા
લાડકડાના રાણી
એના પાલવડાની કોર
એમાં ટાઈકા ઝીણા મોર
એના પાલવડાની કોર
એમાં ટાઈકા ઝીણા મોર
એવી લાડી વહુ ને કાજે
વીરા કડલા રે લાવો
એવી લાડી વહુ ને કાજે
વીરા કડલા રે લાવો હે
હજારો હાથીડા વીરા તારી જાનમાં